જર્મનીના યુવકે રશિયન યુવતી સાથે ગુજરાતના આ ગામડામાં આવીને હિન્દુ ધાર્મિક વિધિથી કર્યા લગ્ન, ગુજરાતીઓ બન્યા જાનૈયા, તસવીરો વાયરલ
હિંમતનગરઃ ભારતમાં હિન્દુ ધર્મથી હિન્દુઓના લગ્ન થાય છે તે તો બરાબર છે, પરંતુ આનાથી ઉલટો કિસ્સો સાબરકાંઠના હિંમતનગરના એક ગામડામાંથી સામે આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં સાકરોડિયામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે જેમાં વિદેશી વર વધુએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી -રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, અને તેમના જાનૈયાઓ બન્યા હતા ગુજરાતીઓ.
રવિવારે હિંમતનગરના સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો હતો અને કન્યા રશિયાની હતી, અને આ લગ્નમાં જાનૈયાઓ ગુજરાતી હતા.
બે અલગ અલગ દેશના લોકો હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. ખાસ વાત છે કે, મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા, અને આ કારણે જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું.
તેમની પહેલાથી જ ઇચ્છા હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન કરવાની હતી, જેથી લગ્ન પહેલા વર વધૂને પીઠી ચોળાઈ, લગ્ન ગીતો ગવાયા અને કન્યાદાન પણ થયુ હતુ.
આ લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ હતી, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું, અને લગ્ન સંપન્ન કરાયા હતા.
જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે.
વર વધુએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીના પગલાં ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા
જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિંમતનગરના સાકરોડિયા ગામમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા
જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિંમતનગરના સાકરોડિયા ગામમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા
જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિંમતનગરના સાકરોડિયા ગામમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા