PDPU સર્કલ પાસે આવેલ Hocco ની હોટલના ખાવામાં ગરોળી કે ઉંદરની લીંડી નીકળી
gujarati.abplive.com
Updated at:
01 Sep 2024 07:04 PM (IST)
1
વિડિયોમાં દેખાય છે કે ગ્રાહકે મંગાવેલા પુલાવમાં કોઈક અશુદ્ધિ મળી આવી હતી, જેને ગ્રાહક ગરોળી અથવા ઉંદરની લીંડી હોવાનું માને છે. ગ્રાહકે તરત જ હોટેલ સ્ટાફને ફરિયાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદ બાદ હોટેલના માલિકે ગ્રાહક પાસે માફી માંગી હતી અને તેમને મફત ભોજન આપવાની ઓફર કરી હતી.
3
જોકે, ગ્રાહકે આ ઓફર સ્વીકારવાને બદલે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કર્યું.
4
ગ્રાહકે જણાવ્યું કે, મેં આ વિડિયો ફૂડ સેફ્ટી વિભાગ અને જાહેર જનતાની જાગૃતિ માટે શેર કર્યો છે. આવી ઘટનાઓ ન બને તે માટે સતત નિરીક્ષણ અને કડક પગલાં જરૂરી છે.
5
જોકે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ ભોજનમાંથી વંદો, ઇયળ અને ગરોળી જેવી વસ્તુઓ નીકળી છે.