Chimer Pics: પહેલા જ વરસાદે જીવંત થયો ચિમેર ધોધ, તસવીરોમાં જુઓ નયનરમ્ય નજારો........
Chimer WaterFall: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્યાંક વરસાદે તબાહી નોંતરી રહ્યો છે, તો વળી ક્યાંક કુદરતી સૌંદર્યને ખીલવી રહ્યો છે.
આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ ફરી એકવાર ચોમાસામાં એક્ટિવ થઇ ગયા છે.
ડાંગ જિલ્લામાં આવેલો ચિમેર ફરી જીવંત થયો છે, અને ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
આ વરસાદી વાતાવરણમાં ગુજરાત ટૂરિઝમ વિભાગે ચિમેર ધોધના નયનરમ્ય દ્રશ્યોનો એક ખાસ વીડિયો ટ્વીટ કર્યો છે, જે ખરેખરમાં મનમોહક છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધોધના પાણીમાં વધારો થઇ રહ્યો છે,
આજે તાપીમાં પડેલા ભારે વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવંત કરી દીધા છે.
મહત્વનું છે કે, જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિય થઇ ગયો છે.
તમામ તસવીરો ગુજરાત ટૂરિઝમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.