Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Lumpy Virus: ગુજરાતમાં પશુઓમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસ, પશુપાલકોમાં ફફડાટ
ગુજરાતમાં દૂધાળા પશુઓમાં લમ્પી વાયરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ પશુઓના આ વાયરસથી મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે રાજ્યભરમાં હાલ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે.
બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસના 30 કેસ સામે આવ્યા છે. બોટાદ,ગઢડા અને બરવાળા માં દેખાયા પશુમાં કેસો જોવા મળ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠામાં લમ્પી વાયરસના વધતા સંક્રમણને લઈ રાજસ્થાનની આવતા પશુ પર રોક લગાવાઈ છે. બનાસકાંઠાની નઅમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરાઈ છે. તંત્ર દ્વારા ચેકિંગ શરુ કરાયું છે. 11 જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે.
રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.