Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પૂર્ણા નદીમાં ઘોડાપૂરથી 20થી વધુ પરિવારોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તાપી, નવસારી અને સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદથી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. પૂરના કારણે 20થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. તાપી જિલ્લામાં ઉપરવાસના વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વ્યારા તાલુકાના છીંડીયા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.
ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી. તેમના મકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. મકાનો જળમગ્ન બનતાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.
સુરત જિલ્લો જ નહીં દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દરમિયાન મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. બીજી તરફ રંગૂનવાલા નગરમાં કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે.
ભારે વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થતા નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.
પૂર્ણા નદીની સપાટી વધતા રિંગરોડ, શાંતાદેવી, ગધેવાનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ગણદેવી-બીલીમોરા હાઈવે પર પાણી ભરાયા હતા. હાઈવે પર કમરસુધીના પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો હતો.
પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નદીની સપાટી હાલ 26 ફૂટે પહોંચી છે. જેને લઇ જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે બીલીમારોથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો.
વ્યારાનું છીંડીયા ગામ જળબંબાકાર થયું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે. વાલોડથી પસાર થતી વાલ્મિકી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ઘરોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.