Gujarat Rain: વરસાદી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઇને હવામાન વિભાગે બે જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. બે જિલ્લામાં ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેજ એલર્ટ અપાયુ છે. અહીં છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલે સાપુતારામાં ધોધમાર 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વાંસદામાં આઠ, આહવામાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 78.37 ટકા વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 77.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.