Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Shravan 2024: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ધોડાપૂર, જુઓ તસવીરો
સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ધોડાપૂર જોવા મળ્યું હતું. શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે સોમેશ્વર મતલબ કે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોનાં દુઃખ દૂર થાય છે તેવી માન્યતા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં સવારે 4 કલાકથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમડી પડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દેશનાં ખૂણે ખૂણેથી શિવ ભક્તો રાતના જ સોમનાથ પહોચ્યા હતા. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.
સોમનાથ મહાદેવ મંદિરે આજે અનેક ધ્વજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામા આવશે. મંદિર પરિસરમા સવારે 9 કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી જેના દર્શનનું પણ વિશેષ મહત્વ છે.
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખુલી જાય છે અને રાત્રે 10 વાગ્યે બંધ કરવામાં આવે છે.
સવારની આરતીમાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા.
શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે. સોમનાથ મંદિરે 20 મિનિટ સુધી આરતી કરવામાં આવે છે.
સવારે 7 બપોર 12 અને સાંજે 7 ત્રણ આરતી થાય છે. સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ-અલગ શૃંગાર કરવામાં આવે છે.