Photos: કડાણા ડેમમાં ચાર લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ, જુઓ પાણીના ધસમસતા પ્રવાહનો અદભૂત નજારો....
Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, આ કારણે ફરી એકવાર રાજ્યના મોટાભાગના ડેમો, જળાશયો અને તળાવો ફૂલ થઇ જવાની સ્થિતિ પેદા થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં દક્ષિમ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ફરી એકવાર કેર વર્તાવ્યો છે.
તાજા અપડેટ પ્રમાણે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થયો છે, અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણ કડાણા ડેમ ઓવરફ્લૉ થવાની સ્થિતિ પેદા થઇ છે,
હવે કડાણા ડેમમાંથી સાડા ચાર લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા.
જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે.
અધિકારીઓને જગ્યાના છોડી સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ આપી દેવાયા છે.
મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવર ફ્લૉ થતાં તંત્રએ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કામગીરી શરૂ કરી દીધી છે.
કડાણા ડેમ