Narmada Photos: નર્મદા ડેમની સપાટી 134 મીટરથી ઉપર પહોંચી, 12 દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ, નદી બે કાંઠે...
Narmada River Dam News: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. જો વાત કરવામાં આવે તો, સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા ડેમમાં 3 લાખ ક્યૂસેક કરતાં પણ વધુ પાણીની આવક થઇ રહી છે. ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને વધારાના પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ફરી એકવાર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારે પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, અને જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં અત્યારે પાણીની ભરપૂર આવક ચાલુ છે. તાજા આંકડા પ્રમાણે, નર્મદા ડેમની જળસપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3 લાખ 80 હજાર 275 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે.
ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધતા 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીમાં ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
નોંધનીય છે કે, પાણીની સપાટી લધી જતા નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદના કારણે અત્યારે ઉપરવાસના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં બહોળા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
રાજ્યભરમાં અત્યારે વરસાદ નોંધાયો છે. ભરૂચમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. અનેક જાહેર માર્ગો પર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યાં છે.