Gujarat Election Result 2025:જેતપુર-નવાગઢ નગરપાલિકામાં BJPની જીત, જયેશ રાદડિયાએ કર્યો નોટોનો વરસાદ

Local Body Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જેતપુરના ધારાસભ્ય જયશે રાદડિયા ફરી એક વખત કિંગ મેકર બન્યા છે. જેતપુરમાં જયેશ રાદડિયાના નેતૃત્વમાં પાલિકામાં કમળ ખિલ્યું છે. આ શાનદાર જીત બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જીતેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને જીતના અભિનંદન આપ્યા હતા.

જેતપુર પાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ તમામ જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.જેતપુર પાલિકામાં આ જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
જેતપુરમાં જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જયેશ રાદડિયા પણ જીતના જશ્નમાં સામેલ થયા હતા. જયેશભાઈએ નોટોનો વરસાદ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં જયેશભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જીતની ઉજવણીમાં વિજય સરઘસમાં નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.
જેતપુર પાલિકામાં 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 32 બેઠકો પર શાનદાર જીત મેળવી છે.