Exit Poll 2024
(Source: Poll of Polls)
Lok Sabha Election: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં PM મોદી, અમિત શાહ સહિતના આ દિગ્ગજોએ કર્યું મતદાન
Lok Sabha Election 2024 Phase 3: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે નારણપુરાની સબ ઝૉનલ ઓફિસ પર મતદાન કર્યું હતું. અહી તેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારના શીલજમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્ની ગંગાબેન ,પુત્ર જીજ્ઞેશ પાટીલ સહિત પરિવાર અને સમર્થકો સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ પાટીલે કહ્યું કે કોઈપણ સંજોગોમાં મતાધિકારનો ઉપયોગ થાય તેવી મારી અપીલ છે.
બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાસણાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. હર્ષ સંઘવી પણ પરિવાર સાથે ઢોલ નગારાની સાથે મતદાન કરવા નીકળ્યા હતાં.
પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું હતું. તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીની કન્યા શાળામાં મતદાન કર્યું હતું