UKમાં રૂપાણીની દીકરી-જમાઈ શું કરે છે ? શું છે બંનેની લવસ્ટોરી ?
રાધિકા અને નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે. રાધિકા માટે તેનો પરિવાર-માતા પિતા, સાસરિયા, પતિ અને ભાઈ જ સર્વસ્વ છે. તેને રાજકારણમાં કોઇ રસ નથી. તેનામાં શાનદાર ડિબેટિંગ સ્કીલ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય રૂપાણીને પણ તેમના સંબંધથી કોઇ વાંધો નહોતો પરંતુ તેમને સ્ટડી પર ફોક્સ કરવા કહ્યું, નિમિતે સીએનો કોર્સ પૂરો કર્યા બાદ તેમણે લગ્નનો ફેંસલો કર્યો. નિમિત મિશ્રા સાથે લગ્ન બાદ 2015થી વિજય રૂપાણીની પુત્રી રાધિકા લંડનમાં સ્થાયી થયા છે.
યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે. ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રાધિકાનો જન્મ અને ઉછેર રાજકોટમાં થયો છે. તેના પિતાની ભવ્ય રાજકીય કરિયરની તે સાક્ષી રહી છે. ભણવામાં હોંશિયાર રાધિકાએ અમદાવાદની એચ એલ કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ કર્યુ છે. કોલેજમાં ભણતી વખતે તે નિમિત મિશ્રાના પરિચયમાં આવી હતી. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી જીવનસાથી બનવાનો નિર્ણય લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -