Laxman Barot Death: રાજ્યના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કર્યો શોક
તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની ભેટ આપી હતી.
ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા.
ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો
લોકગાયક લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ તેઓના આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે ફેસબુક પર લખ્યું, જેના ભીતરમાં ભજન ,સુરમાં સંતવાણી અને વર્તનમાં કાયમ વૈરાગ્ય હતું એવા ભજનના ભીષ્મ પૂજ્ય લક્ષ્મણબાપુ બારોટ આજરોજ બ્રહ્મલીન થયા… એમની વિદાયથી સંતવાણી જગતને ખૂબ મોટી ખોટ પડી છે….. આજે એક સ્વરના ગણનું શિવમાં મિલન થયું… પૂજ્ય લક્ષ્મણબાપુને સહ્રદયી શ્રદ્ધાંજલિ સહ વંદન
કિર્તીદાન ગઢવીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, જેમના કંઠમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે એવા વિખ્યાત ભજન સમ્રાટ શ્રી લક્ષ્મણ બારોટ જી ભજન ની દુનિયા માં એક વિરલ રત્નનું નિધન.. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
જાણીતા ભજનીક અને પદ્મશ્રી હેમંત ચૌહાણે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લક્ષ્મણ બારોટને શ્રદ્ધાંજલિ આપી હતી.