મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર, દુકાનોમાં પાણી આવી જતા વેપારીઓને નુકસાન
gujarati.abplive.com
Updated at:
23 Aug 2024 07:36 PM (IST)
1
Rain Alert: મેઈન બજાર વિસ્તારોમાં રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા છે. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉંડવા રોડ પરની દુકાનોમાં ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. વેપારીઓ પોતાનો માલ સામાન બચાવવા માટે હાંફળા ફાંફળા થઈ ગયા છે.
3
આંબાવાડી રોડ પર સરોવર જેવા દૃશ્યો સર્જાયા છે. આ વિસ્તારમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
4
મદની સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. રહીશો ઘરોમાં ફસાઈ ગયા છે અને બહાર નીકળી શકતા નથી.
5
સ્થાનિક રહીશો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.