Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે વહેલી સવારથી જ પાટણ અને બનાસતાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે. આ કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.
આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં મોનસૂન (monsoon)એક્ટિવ છે પરંતુ તેની પેર્ટન બદલાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.