આજે રાજ્યના છ જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજકોટમાં આજે વહેલી સવારે થોડો જ વરસાદ પડ્યો હતો, પરંતુ તેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ગોંડલ રોડ ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયો છે, જ્યાં પાણીનું સ્તર એકથી દોઢ ફુટ સુધી પહોંચી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં મવડી વિસ્તારમાં એક સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ મદદ કરીને બસને ખાડામાંથી બહાર કાઢી હતી. ગઈકાલે પણ વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા અને વાહનો ફસાયા હતા.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ બીજા દિવસે પણ મેઘરાજાનું આગમન થયું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.
ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢીયાળા, કોલકી, ડુમિયાણી, નિલાખા, વરજાંગ જાળીયા, મજેઠી, તલંગણા, લાઠ, ભિમોરા, કુંઢેચ, વાડલા, ખાખી જાળીયા, મોજીરા, સેવંત્રા સહિતના ગ્રામ્ય પંથકમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ થયો.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે મેઘરાજા ખુશ મિજાજમાં છે. વહેલી સવારથી જ બંને જિલ્લામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. લાલપુર અને ભાણવડ તાલુકામાં તો ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.