Morbi Cable Bridge: મોરબીમાં કેબલ બ્રિજ તૂટતાં 90થી વધુ લોકોના મોત, જુઓ ઘટનાની દર્દનાક તસવીરો
મોરબીમાં રવિવારે કેબલ બ્રિજ તૂટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 90 લોકોના મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેબલ બ્રિજ તૂટવાને કારણે આશરે 400 લોકો કેનાલમાં ડૂબી જવાની આશંકા છે. આ તમામ લોકો છઠના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર નવનિર્મિત કેબલ બ્રિજ ત્રણ દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો. આ દુર્ઘટના બાદ ત્યાંની દર્દનાક તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે મોરબીના કેબલ બ્રિજને પાલિકા તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન હતું. આ પછી પણ આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો.
તે જ સમયે, આ અકસ્માત અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં શહેરનું સમગ્ર તંત્ર માત્ર 15 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ દુર્ઘટના બાદ બચાવ કાર્યમાં અત્યાર સુધીમાં લગભગ 70 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.