Exit Poll 2024
(Source: Poll of Polls)
Gujarat Assembly Elections 2022: ગુજરાતના આ 7 જિલ્લાઓ છે મુસ્લિમ બહુમતી વાળા, જાણો ક્યાં કેટલા ટકા છે મુસ્લિમ મતદારો
Gujarat Assembly Elections 2022: ગુજરાત ચૂંટણી 2022 નજીક આવી ગઇ છે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ખુબ મહત્વના માનવામાં આવી રહ્યાં છે, આ તે કોંગ્રેસની વૉટ બેન્કમાં ગાબડુ પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત કોઇ પાર્ટીને મળશે, એ કહેવુ ખુબ મુશ્કેલ થઇ ગયુ છે, આ ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં કુલ મુસ્લિમ વસ્તી 21 ટકા છે, આ જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટો છે. આ જિલ્લાની 4 બેઠકો પર બીજેપીએ પોતાનો પરચમ લહેરાવ્યો હતો, બાકી બે જિલ્લાન પર કોંગ્રેસે બાજી મારી હતી, જોકે આ વખતે મુસ્લિમ વૉટ બેન્કમાં ગાબડુ એઆઇઆઇએમ પાર્ટી પાડી શકે છે.
આ જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો મેંતાલુકા જંબુસર, ભરુચ અને આમોદ સામેલ છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર 2017માં ચૂંટણીમાં બાજી મારી હતી, ભરુચ વિધાનસભા સીટ પર બીજેપીએ પોતાનાો પરચમ લહેરાવ્યો હતો, આ સીટ પર મુસ્લિમ સમુદાયના મતો મોટાભાગ ચૂંટણીનુ પરિણામ નક્કી કરે છે. આ સીટ પર મુસ્લિમ વસ્તી લગભગ 22 ટકા છે.
ગુજરાત વિધાનસભામાં જામનગર બેઠક ખુબ મહત્વપૂર્ણ છે. આ વિધાનસભા ક્ષેત્રમા કુલ 15 ટકા મુસ્લિમ વસ્તી છે. આ વખતે જામનગર નૉર્થથી જાણીતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં છે. આ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠકો આવે છે. જામનગર નૉર્થ બેઠક પર બીજેપીએ 2017માં જીત નોંધાવી હતી.
આ વિધાનસભા ક્ષેત્ર બીજેપી માટે ખુબ મહત્વપૂર્ણ છે, આ જિલ્લાની અંદર કુલ 21 બેઠકો છે, 2017 માં આ જિલ્લની ધંધૂકા વિધાનસભા બેઠક પર સૌથી ઓછું 54.38% મતદાન થયુ હતુ. સૌથી વધુ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર 68.65% થયુ હતુ. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 12 ટકા મુસ્લિમ મતદારો છે.
ગુજરાતના જૂનાગઢ જિલ્લાની અંદર કુલ 5 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017માં જૂનાગઢમાં કુલ 49.60 ટકા મત પડે છે. કોંગ્રેસ પાર્ટીને આ વિસ્તારમાં લીડ મળી હતી, કોંગ્રેસને મુસ્લિમોનુ સમર્થન મળી રહ્યું છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને એઆઇઆઇએમ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે કોંગ્રેસની મતબેન્ક તુટી શકે છે.
ગુજરાતના ખેડા જિલ્લા અંતર્ગત કુલ 7 વિધાનસભા સીટો આવે છે, આ વિસ્તારમાં બીજેપીનુ વર્ચસ્વ હંમેશાથી રહ્યું છે. આ જિલ્લામાં સાક્ષરતા દર પણ 70 ટકાથી વધુ છે. ગુજરાતના ખેડા જિલ્લામાં લગભગ 12 ટકા મુસલમાનોના વૉટ છે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા સીટો પર રાજપૂતોનો દબદબો છે. આ કારણે બીજેપી 2002થી આ બેઠકને ક્યારેય હારી નથી.
ગુજરાતનો રાજકોટ જિલ્લો ખુબ મહત્વપૂર્ણ વિધાનસભા સીટ વાળો છે, આ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ છે, આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી પણ ખુબ વધુ છે. લગભગ 10 ટકા આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ મતદારો છે. 2017માં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત નોંધાવી હતી. 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભામાં કુલ 53.23 ટકા મત પડ્યા હતા. મુસ્લિમ મતદારોઓને આ ચૂંટણીમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે.