Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2023: પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસ રમી સૌને કર્યા મંત્રમુગ્ધ, જુઓ ખાસ તસવીરો
Navratri 2023: ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે. જેમાં એક છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજના આધુનિક યુગમાં જ્યારે ખેલૈયાઓ ફિલ્મી ગીતો કે પછી નવા નવા ડાન્સ સ્ટેપ સાથે ગરબે રમે છે ત્યારે પોરબંદરમાં આજે પણ મહેર સમાજ દ્વારા જુની સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે.
મહેર સમાજના યુવાનો સફેદ કળિયા અને ચોરણી પહેરી માતાનો ગરબો રમે છે. પોતાની પરંપરાગત વેશભુષા આજે પણ તેમણે જાળવી રાખી છે.
પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા નવરાત્રિ રાસોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
શેરી ગરબીઓે અને કેટલીક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રિના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે.જો કે, પોરબંદરમાં મહેર સમાજે આજે પણ તેમની સંસ્કૃતિ જાળવી રાખી છે.
તમને જણાવી દઈએ કે, આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચુક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે. મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી, ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે.
મહેર સમાજે આજે પણ પોતાનો વારસો જાળવી રાખ્યો છે. આ ગરબીને જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે.
પોરબંદરમાં જ્યારે મહેર યુવાનો મણિયારો રાસ રમે છે ત્યારે તેને જોનારાઓ દંગ રહી જાય છે.
આજે પાંચમાં નોરતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ગરબા રમવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આજે આ મણિયારા રાસની ખ્યાતિ દેશ વિદેશમાં બધે પહોંચી છે.