Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
gujarati.abplive.com
Updated at:
31 Oct 2024 06:22 PM (IST)
![Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/31/687f6f603aa7d3a65a32da151c7e9210eb027.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાથી પોતાના ઘરે પરત ફરી રહેલો આ પરિવાર અલ્ટો કારમાં સવાર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/31/1c6c0fbbf43881c7df875d5b0a658cc28c530.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
રામગઢ પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલા છોટા હાથીના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
![Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/31/0f9e27aece1ccea7a8fcd0c6c1619efab997c.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
આ અકસ્માતમાં કારના ચાલક સહિત પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને 108
4
ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને ફરાર થઈ ગયેલા છોટા હાથીના ચાલકની શોધખોળ શરૂ કરી છે.
5
અકસ્માતમાં અલ્ટો કાર અને છોટા હાથીની ટક્કર થઈ હતી. જેમાં શંભુભાઈ ઠાકોર (35), તેમની પત્ની આશાબેન (32), પુત્રી પ્રિયા (10) અને પુત્ર વિહન (5) ના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં પૂરા પરિવારે જીવ ગુમાવ્યો છે.