પરમહંસ દેસાઇનુ મોતઃ અમેરિકામાં ગુજરાતી પોલીસ ઓફિસરની ગોળી મારીને હત્યા, જાણો ક્યાંના હતા ને કઇ રીતે મોતને ભેટ્યા..........
વોશિંગ્ટનઃ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની હત્યા કરાઈ હતી. આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરમહંસ દેસાઈનાં બહેન દિવ્યા દેસાઈએ સ્થાનિક ચેનલને મુલાકાત આપતાં કહ્યું હતું કે, મારો ભાઈ બહુ નાનો હતો ત્યારથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું જોતો હતો. પરમહંસે પોલીસ બનવા માટે સખત મહેનત કરીને પોતાનું સાપનું સાકાર કર્યું હતું. પોલીસ ઓફિસર તરીકેન કામગીરીથી તે ગર્વ અનુભવતો હતો અને પોલીસ ઓફિસરના હોદ્દા પર ફરજ બજાવતી વખતે જ તેનું અવસાન થયું છે.
દિવ્યા દેસાઈએ કહ્યું કે, અમારા પરિવારે પરમહંસનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેનાં અંગોનું દાન કરવાના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે એ વાતનો અમને અત્યંત આનંદ છે. પરમહંસ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેનાં બંને સંતાનો તેનું સર્વસ્વ હતા.
પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને 11 વર્ષીય ઓમ અને 8 વર્ષીય નમન એમ બે પુત્રો છે. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા.
હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે પણ પરમહંસને સક્ષણ ઓફિસર ગણાવીને સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે કે, ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે. તેમનું ભલે અવસાન થયું હોય પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનના કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે.
પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે.
આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.