Dakor Mandir: ડાકોર મંદિરમાં ભક્તોનો જમાવડો, નવા વર્ષના પ્રભુના દર્શન માટે ભારે ભીડ જામી, જુઓ.....
Dakor Mandir Diwali 2023: ગુજરાતમાં દિવાળી બાદ નવું વર્ષ શરૂ થાય છે, આજે ગુજરાતીઓ માટે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઇ છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવા વર્ષના પ્રારંભે હિન્દુ સમાજના લોકો પોતાના ઇષ્ટદેવ, માતાજી અને અન્ય દેવી-દેવતાઓના દર્શન માટે પહોંચે છે, આવો જ કંઇક નજારો આજે ગુજારતના જુદાજુદા મંદિરોમાં જોવા મળી રહ્યો છે.
અંબાજીથી લઇને પાવાગઢ અને ડાકોર સહિતના મંદિરોમાં સવારથી શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે.
આજે સવારથી જ ખેડા જિલ્લામાં આવેલુ હિન્દુ ધર્મનું સુપ્રસિદ્ધ મંદિર ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે,
આજે ડાકોરમાં નૂતન વર્ષને લઇને દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
ડાકોરના ઠાકોર ભગવાન રણછોડજીના મંદિરામાં આજે નવા વર્ષે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે,
ભક્તો અને શ્રદ્ધાળુઓ આજે નવા વર્ષના પહેલા જ દિવસે ભગવાનના દર્શન અને આશીર્વાદથી પાવર થઇ રહ્યાં છે.
વહેલી સવારેથી ડાકોર મંદિરમાં અનેરો નજારો જોવા મળી રહ્યો છે,
ભક્તો મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ કરી રહ્યાં છે, આખો માહોલ ભક્તિમય થઇ રહ્યો છે.