પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શાળાઓ માટેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી, જુઓ Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શાળાઓ માટે કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રીને અહીં દેખરેખ પ્રવૃત્તિઓ, વીડિયો વૉલ અને કેન્દ્રના વિવિધ પાસાઓનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્ર દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રીકરણ કરે છે અને વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું અર્થપૂર્ણ રીતે વિશ્લેષણ કરે છે.
આ કેન્દ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઑનલાઇન હાજરી ટ્રેક કરવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોના કેન્દ્રીયકૃત સારાંશ તેમજ સમયાંતરના મૂલ્યાંકન તૈયાર કરે છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,નવસારી સાંસદ સી.આર.પાટીલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ મુલાકાત દરમિયાન હિતધારકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. અંબાજીના શિક્ષિકા રાજશ્રી પટેલ પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. પ્રધાનમંત્રી શિક્ષકોને નવી ટેકનોલોજીમાં રુચિ વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને પણ દીક્ષા પોર્ટલના ઉપયોગ વિશે પૂછ્યું હતું.