Prantij: પ્રાંતિજમાં જૂથ અથડામણ અને હિન્દુ યુવકની હત્યા બાદ તંત્ર એક્શનમાં, તોફાની તત્વો સાથે સંકળાયેલા વિસ્તારોમાં બૂલડૉઝર કાર્યવાહી, જુઓ......
Prantij Murder Case: ગુજરાતમાં પણ હવે તોફાનીઓ સામે સરકાર કડકાઇથી એક્શનમાં આવી છે, હાલમાં જ સાબસકાંઠાના પ્રાંતિજ ગામમાં બનેલી જૂથ અથડામણમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જૂથ અથડામણમાં મુસ્લિમ જૂથે અચાનક ઘાતકી હથિયારી હુમલો કરીને એક હિન્દુ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ કિસ્સામાં રાજુ રાઠોડ નામના યુવાનનુ મોત થયુ હતુ, ત્યારબાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 17 આરોપીઓ સામે નામજોગ અને અન્ય 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે આ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી, જોકે, હવે સમાચાર છે કે, પ્રાંતિજમાં પાલિકા તંત્ર દ્વારા તોફાની વિસ્તારોમાં મેગા ડિમૉલિશનની કામગીરી હાથ ધરાઇ છે. ગામના બોખ વિસ્તારથી લઇને ગલેચી ભાગોળ સુધીમાં દબાણ દુર કરવા માટે પોલીસ તંત્ર સાથે પાલિકા તંત્રએ એક્શન લેવામાં શરૂ કર્યુ છે.
હાલમાં સમાચાર મળી રહ્યાં છે કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જૂથ અથડામણ બાદ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. પ્રાંતિજમાં અસામાજિક તત્વો સાથે સંકળાયેલા વિસ્તારમાં મેગા ડિમૉલિશન હાથ ધરાયું છે. પ્રાંતિજ પાલિકા, પોલીસ તંત્ર સહિત બૂલ ડૉઝર અને જેસીબીની ટીમો આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
શહેરમાં આ સ્થળો પર હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને પાલિકા ફાયર સાથે તંત્રને ખડપગે રાખવામાં આવ્યુ છે. પ્રાંતિજના બોખ વિસ્તારથી લઇને ગલેલી ભાગોળ સુધીના વિસ્તારમાં દબાણની કાર્યવાહી શરૂ કરાઇ છે. આ પછી હવે પ્રાંતિજના બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની શક્યતાઓ છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રાજેશ રાઠોડ પર મુસ્લિમ ટોળાએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ મોડી રાત સુધી બન્ને જૂથો વચ્ચે સામ સામે પથ્થમારાની ઘટના પણ સર્જાઇ હતી.
રાજેશ રાઠોડના મોત મામલે કુલ 17 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અન્ય 30ના ટોળા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યા અને અથડામણ ઘટના મામલે પોલીસે ગઇકાલે વધુ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, આ પહેલા પોલીસ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા,
આમ કુલ 13 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તો વળી, હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મુનાફ કુરેશી અને અન્ય સહિત કુલ ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. હિંમતનગર ડીવાયએસપી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરાઇ છે.
પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવાર રાત્રિના દસ વાગ્યાની સમયે 17 શખસો સહિત 30 લોકોના ટોળાએ લાકડી, પાઈપ અને પથ્થરો સહિતના હથિયારો સાથે આવી મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઈકો ગાડીમાં તોડફોડ કરતા આસપાસના લોકોએ ઝઘડો કરવા ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલીને રાજુ કાન્તીભાઈને ખેંચીને લઈ જઈ લોંકડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો મારમાર્યો હતો.
જેને લઇ રાજુભોઇને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્ર બિપીને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજપોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રએ 17સામે નામજોગ સહિત 30 લોકોના ટોળા સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.