Rain: બોટાદના સાળંગપુર ગામે કોઝ વેમાં બાઇક સાથે યુવક પાણીમાં થયો ગરકાવ
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદી-નાળામાં પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદના સાળંગપુર ગામે કોઝ વે માં બાઇક સાથે ચાલક તણાયો હતો. સાળંગપુર ગામથી લાઠીદડ ગામે જવાના રસ્તે નારાયણ કુંડ પાસે કોઝ વેમાં પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે બાઇક સાથે એક યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો. જોકે અન્ય લોકોએ યુવાનને બચાવ્યો હતો.
ભાવનગરના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં યુવક તણાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. રજાવળ નદીમાં પૂર આવતા યુવાન તણાયો હતો. યુવાન નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું.
રાજકોટ મવડીથી લોધીકા તાલુકાના રાવકી જતા પાળ ગામની નદીમા બાઇક ચાલાક તણાયો હોવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ પાસે આવેલ પાળ ગામમાં યુવક તણાયો હતો.
પાળ ગામના અને લોધિકા તાલુકાના ગામડાના લોકોએ અનેક વખત બ્રિજ બનાવવાની માંગ કરી હતી.
રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે