Gujarat Rain: દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુર,અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ક્યાંક કરા તો ક્યાંક છાપરા ઉડ્યા
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 13થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરાઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમીરગઢના વીરમપુર, કાનપુરા, ડાભેલી, ધનપુરા સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદનું આગમન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય પવન શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણ પલટાયુ છે. પવનને લઈ ધૂળની ડમળીઓ ઊડતી જોવા મળી હતી. કમોસમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.