ધ્રાંગધ્રા હળવદ રોડ પર કાર પર ચઢી ગઈ ST બસ, કારનો કચ્ચરઘાણ વળી જતાં ચાર લોકોના થયા મોત
સુરેન્દ્રનગર: રવિવારે ગુજરાતના રોડ રસ્તા પર યમરાજાના આંટાફેરા વધી ગયા હોય તેમ જીવલેણ અકસ્માતો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જે બાદ ધ્રાંગધ્રા હળદ રોડ પર બસ અને કારનો અકસ્માત થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માતમાં બસ કાર પર ચડી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.
અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મૃતકો કોણ હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં તપાસ કરી રહી છે.
અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -