ભારે વરસાદથી પોરબંદરના માધવપુરની બજારોમાં ભરાયા પાણી, ગ્રામજનો પરેશાન
ભારે વરસાદના કારણે પોરબંદરના માધવપુરની બજારોમાં પાણી ભરાયા ગયા હતા. મધુવંતી નદી અને ઓઝત નદીના પાણી પોરબંદર-વેરાવળ હાઈવે પર આવેલા માધવપુર ગામમાં ફરી વળ્યા હતા. મધુવંતી અને ઓઝત નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થાય એટલે પાણી ગામમાં ફરી વળે છે. ગામમાં આઠ દિવસ સુધી આ પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગ્રામજનોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજારોમાં પાણી ભરાતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી પોરબંદરના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓઝત-ભાદર નદીના પાણી ગામમાં ફરી વળતા નુકસાન થયું હતું.
પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદ અને ઉપરવાસ પડેલ વરસાદથી આવેલ ઘોડાપૂરથી રાતીયા નેસ ગામની સિમમાં ભાદર અને ઓઝત નદીના પાણી ફરી વળ્યાં હતા. આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ગામમા અંદાજે હજારો હેકટર જમીનમાં પાણી ફરી વળ્યાં છે. ખેતરમાં વાવેલ મગફળી,કપાસ સહિતના પાક નું નિકંદન નીકળી ગયું. આ વિસ્તારમાં હજુ પણ ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે.
પોરબંદરનો માધવપુર-કુતિયાણા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કડછથી બગસરા તરફ જતા મેઈન હાઈવે પર ઓઝત- ભાદર નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે. ત્યારે સલામતીના ભાગરૂપે પ્રશાસન તરફથી વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત મૈયારીથી બગસરા અને ગરેજથી મૈયારી સુધીના રસ્તા પર પણ નદીની જેમ પાણી વહેતા સલામતીના ભાગરૂપે રોડ રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવાયો છે.
તો પાણી ઓસરતા બંધ કરાયેલા કેટલાક રસ્તા પર વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે. આ તરફ ઓઝત- ભાદર નદીમાંથી વિપુલ પ્રમાણમાં આવક થતા હાલ પ્રશાસને ભાદર પુલના દરવાજા ખોલી દરિયામાં પાણી છોડાઈ રહ્યું છે. ભાદર પુલના દરવાજા ખોલાતા આસપાસના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.