Navratri Sheri Garaba :નોરતાના બીજા દિવસે અમદાવાદમાં જામ્યો શેરી ગરબાનો રંગ, રાસની રમઝટની જુઓ તસવીરો
અમદાવાદમાં બીજા નોરતો શેરી ગરબામાં ખૈલેયાઓ મનમૂકીને ઝૂમ્યાં. પાર્ટી પ્લોટમાં બંધ રહેતા આ વર્ષ શેરી ગરબાની રોનક વધી છે. નોરતાની બીજી રાતે ખેલૈયા મનમૂકીને ઝૂમ્યાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સાણંદની સ્કાયલાઇન સોસાયટીમાં પણ નોરતાની બીજા રાતે ગરબાનો રંગ જામ્યો હતો. ખેલૈયા પગમાં તાન પહેરીને ગરબે ઘૂમ્યાં હતા.
અમદાવાદની સંકલ્પ સોસાયટીમાં સોસાયટીના રહીશો પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમ્યાં હતા.બે તાલી, ત્રણ તાલી સાથે અર્વાચીન ગરબાનો રંગ જામ્યો હતો.
કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો અવસર મળતાં ખેલાડીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતાં. અનોખી અદા અને છટામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
નવરાત્રિના બીજા નોરતે પાર્ટી પ્લોટ જેવી જ રોનક અમદાવાદ શેરી ગરબામાં જોવા મળી હતી. નાની નાની બાળકીઓ સોળે શણગાર સજીને ગરબે ઘૂમતી જોવા મળે છે.
અર્વાચીન ગરબાની રંગતમાં ખૈલૈયા ગુલતાન થયા હતા. નવરાત્રીના બીજા નોરતે રાસ ગરબાની જમાવટ જોવા મળી હતી.
તાન પહેરીને સંગીત સાથે ખેલૈયા રાસના રંગમાં તરબોળ થયા હતા. ખેલૈયાની અનોખી છટા અને સ્ટાઇલની તસવીરો કેમેરામાં કંડારાય.
અમદાવાદનાે શેરી ગરબાનો રંગ
ગરબાની ધૂન પર ગુલતાન થયા ખેલૈયા
બે વર્ષ બાદ ગરબે ઘૂમવાનો મોકો મળતાં ખેલાયામાં રાસ રમવાનો ગજબ ક્રેઝ જોવા મળ્યો હતો.