Gir somnath: વેરાવળમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ, લોકોમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી
ગીર સોમનાથમાં પર ભારે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેરાવળ અને સોમનાથમાં મોડી રાત્રે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. મોડી રાત્રે ફક્ત બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો
ભારે વરસાદના કારણે વેરાવળ શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સુભાષ રોડ અને તપેશ્વર રોડ પર અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.
ગીર સોમનાથમાં પ્રાચી તિર્થમાં મોક્ષ પીપળા ઘાટ સરસ્વતી નદીના પાણીથી ઘેરાઇ ગયો હતો. ભારે વરસાદથી વેરાવળમાં દેવકા નદીમાં ભારે પૂર આવ્યું હતું
ભારે વરસાદથી વેરાવળની અનેક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.
આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પાણીમાં લોકોની ઘરવખરી પલળી ગઇ હતી.
ગીર સોમનાથના વેરાવળ નજીક ના હિરણ - 2 ડેમ ના પાંચ દરવાજા ખોલાયા હતા. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ના પગલે ડેમ માં પાણીની આવક થઇ રહી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.