નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
નવસારી અને વલસાડમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. નવસારીની વાંસદા પોલીસે સરાહનિય કામગીરી કરી હતી. વાંસદાના અંતરિયાળમાં આવેલા વાંગણ ગામમાં રવિવારની રજા માણવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ વાંગણ ગામમાં આવેલા ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા 1200થી વધુ લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતા જ વાંસદા પોલીસના જવાનો સ્થળ પર પહોંચ્યા અને જીવના જોખમે તમામ લોકોને બચાવ્યા હતા. તો સહેલાણીઓએ પણ વાંસદા પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો.
નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ વાંગણ ગામમાંથી 1200 થી વધુ પ્રવાસીઓને પોલીસે સુરક્ષિત બચાવ્યા હતા. પ્રવાસીઓ વાંગણ ગામમાં આવેલા પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે પહોંચ્યા હતા.
ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 1200થી વધુ સહેલાણીઓ અટવાયા હતા. વાંસદા પોલીસને જાણ થતા પોલીસે ટીમ બનાવી તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા હતા.
વાંસદા પોલીસે જીવના જોખમે ચાર કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદને પગલે નવસારી અને વલસાડ જિલ્લાની અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઓરંગા નદી તોફાની બની હતી. આ ચારેય નદીના પાણી કાંઠા વિસ્તારના ગામડાઓમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.
તો હાઈવે સુધી પાણી પહોંચતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 966થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે