દ્વારકા મંદિરમાં ફૂલડોલની જોરદાર ઉજવણી, રંગોથી છવાઈ ગયું દ્વારકાનું મંદિર
gujarati.abplive.com
Updated at:
14 Mar 2025 03:57 PM (IST)
1
ઉત્સવની શરૂઆત થતાની સાથે જ ભક્તો અને ભગવાન એકબીજા પર રંગો અને પિચકારીઓથી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સમગ્ર મંદિરનું પ્રાંગણ અને આસપાસનો વિસ્તાર વિવિધ રંગોથી તરબતર થઈ ગયો હતો, જે એક આહલાદક દ્રશ્ય ઊભું કરી રહ્યું હતું.
3
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ એકબીજાને રંગો લગાવીને ફૂલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. ભક્તોના આનંદ અને ઉત્સાહથી મંદિરનું વાતાવરણ અત્યંત ઉલ્લાસપૂર્ણ બની ગયું હતું.
4
ઉલ્લેખનીય છે કે ફૂલડોલ ઉત્સવ દ્વારકામાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવસરે ભાગ લેવા માટે આવે છે.
5
આ વર્ષે પણ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર રંગોની છોળોથી છવાયેલું રહ્યું હતું.