પદ્મમ એવોર્ડ 2021: કયા ગુજરાતી મહાનુભાવોને મળશે પદ્મમ એવોર્ડ, જાણો કયા ક્ષેત્રેમાં તેમનું કેવું યોગદાન
અવિસ્મણીય ગીતો કવિતાના રચનાકાર, કવિ દાદુદાન ગઢવી:કવિ દાદ ની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય, અદભુત કવિતા એટલે કાળજા કેરો કટકો. ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુએ અનેક અદ્રીતીય રચનાથી ગુજરાત સાહિત્યને અજવાળ્યું છે. સાત દાયકાથી વધારે ના તેમના અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ ગુજરાતી સાહિત્યને આપી છે. તેમની શબ્દરચનાને પદ્મક્ષીનું સન્માન મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેશ અને મહેશ કનોડિયા બેલડીની અંનત સફર: મહેશ અને નરેશ કનોડિયા મુળ કનાડા ગામના હતા. તેમની સફળતાની ગાથા પણ સંઘર્ષમય રહી હતી. જો કે તેમણે સંઘર્ષ સાથે કનોડાથી મુંબઇ સુધીની સફળ સફર ખેડી અને ગુજરાતી ફિલ્મ અને સંગીતમાં અદ્રીતિય યોગદાન આપ્યું. તેમની મહેશકુમાર એન્ડ પાર્ટી ખુબ જ પ્રખ્યાત થઇ. ત્યાંથી સંસદ સુધી પહોંચ્યા. 25 ઓક્ટોબરે સિંગર મ્યુઝિશિયન મહેશ કનોડિયાનું નિધન થયું અને 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા પણ અનંતની સફરે નિકળી ગયા હતા.
સવાયા ગુજરાતી ફાધર વાલેસ: સ્પેનનાં લોગ્રોનોમાં 4 નવેમ્બર, 1925માં વાલેસ કાલોસ જોસેફનો જન્મ થયો. 1945માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ કર્યુ અને . 1949માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે ડબલ ગ્રેજ્યુએશન કર્યું 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. તેઓ 1960થી થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1966માં અને અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા. તેમણે ગુજરાતની નિંબંધથી માંડીને આત્મકથા સહિતના અનેક ગુજરાતી સાહિત્ય સ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ગુજરાતમાં અનેક પુસ્તકો લખ્યા અને સવાયા ગુજરાતી તરીકે જીવ્યા. 9 નવેમ્બર, 2020નાં રોજ તેમનું નિધન થયું.
ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલ:જનસંઘના પાયાના કાર્યકર અને ભાજપના દિગ્ગજ સ્વ.નેતા કેશુભાઇને મરણોત્તર પદ્મભૂષણથી સન્માનિત કરાશે, કેશુભાઇ પટેલનો જન્મ 24 જુલાઇ 1928માં થયો હતો.1945માં તેઓ પ્રચારક તરીકે સ્વંયમ સેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભાજપમાં જોડાયા. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 1995 અને 1998માં ચૂંટાયા હતા. ઉપરાંત તેઓ 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી સ્થાપી જો કે 2014માં તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું. ત્યારબાદ પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઇ ગયું. 2014માં તેમણે ખરાબ તબિયતના કારણે ધારાસભ્ય પદથી રાજીનામુ આપ્યું. ગત વર્ષ 2020માં કોરોના સંક્રમિત થયા બાદ તેમનું નિધન થયું. સ્વ.નેતા કેશુભાઇને મરણોત્તર પદ્મભૂષણથી સન્માનિત કરાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -