102 વર્ષની દાદીએ કોરોનાને આપી માત, જણાવ્યો જાત અનુભવ, કેવી રીતે કોવિડને હરાવ્યો
ભારતમાં કોરોનાની બીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે. દિલ્લી, ગુજરાત સહિત ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાથી હાહાકાર છે. જો કે આ બધાની વચ્ચે યૂપીથી એક એવી પોઝિટિવ સ્ટોરી સામે આવી છે. જેમાં 102 વર્ષની વૃદ્ધાએ ઘર પર રહીને કોરોનાને માત આપી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના ઉત્તર પ્રદેશના બાંદ્રા જિલ્લાની છે. બાંદ્રા જિલ્લાની આ 102 વર્ષની માતાએ ઘરે રહીને આત્મસંયમ અને સકારાત્મક વિચારસરણી સાથે ઇલાજ કરીને કોરોનાને માત આપી છે.
ઘરે જ દાદીનો ઇલાજ નજીકની CHC હોસ્પિટલમાં દેખરેખમાં ઘરે થયો. દાદી સહિત ઘરના 12 લોકો કોરોના પોઝિટિવ હતા. શરૂઆતી લક્ષણો દેખાતા તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, આયુર્વૈદમાં જેટલા પણ ઇલાજ છે.બધા જ કર્યાં. ઉકાળો અને સ્ટીમનો પણ સહારો લીધો. આ સાથે પોઝિટિવ થિન્કિંગ પણ મહત્વનું છે.
આ 12 લોકોમાં ત્રણ લોકોની ઉંમર વધી હોવાથી ચિંતા હતા. 102 વર્ષના દાદી, 70 વર્ષના તાઉ, 65 વર્ષના ચાચા, આ બધાએ આયુર્વૈદ સહિત કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને એલોપેથીઓ પણ સહારો લઇને ઘરે જ ઇલાજ કરીને કોવિડ-19ને માત આપી.