શું પ્રેગ્નન્ટ મહિલા લઇ શકે છે કોરોનાની વેક્સિન, જાણો શું કહે છે એકસપર્ટ
કોરોના વાયરસની સામે લડવા માટે આજે કોરોના વેક્સિનને જ અમોઘ શસ્ત્ર માનવામાં આવી રહ્યો છે. જો કે વેક્સિનને લઇને પણ કેટલાક સવાલ છે. તેમાંથી એક છે, કે શું પ્રેગ્નન્ટ મહિલાએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેક્સિનના ટ્રાયલમાં ગર્ભવતી મહિલાને સામેલ ન હતી કરવામાં આવી તેના કારણે ગર્ભવતી મહિલાએ વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે.
ઓક્સફોર્ડની વેક્સિનને લઇને બ્રિટનમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ડોક્ટર કેસ ટૂ કેસ બેઝિસ પર પ્રેગ્નન્ટ મહિલાની વેક્સિન લેવાનો નિર્ણય કરી શકે છે.
ગાયનોકોલિજિસ્ટ અને એક્સપર્ટે લોકોને વેક્સિન લીધા બાદ 2 મહિના બાદ પ્રેગ્નન્સી પ્લાન કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ પ્રેગ્ન્ન્ટ મહિલાને વેક્સિન ન લેવાની સલાહ આપી હતી.
ડબ્લ્યુએચઓએ વેક્સિન લગાવ્યાં પહેલા મહિલાઓને પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરવાની પણ સલાહ આપી છે. તેમજ વેક્સિન લીધા બાદ પણ તરત જ પ્રેગ્નન્સી પ્લાન ન કરવાની સલાહ આપી છે.