Aero India Show 2023: એરો ઈન્ડિયા શોમાં દુનિયાએ જોઈ ભારતની તાકાત, જુઓ તસવીરો
Aero India Show 2023 In Bengaluru: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમ કર્ણાટકના બેંગલુરુમાં એરફોર્સના યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર યોજાઈ રહી છે. 'એરો ઈન્ડિયા' દેશને લશ્કરી એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, સંરક્ષણ સાધનો અને નવા યુગના એવિઓનિક્સ ઉત્પાદન માટે ઉભરતા હબ તરીકે દર્શાવશે.
આ કારણે, 13 થી 17 ફેબ્રુઆરી સુધી, બેંગલુરુ પોલીસે રાજધાની શહેરમાં ભીડને ટાળવા માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, એરો ઈન્ડિયા 2023 ની થીમ એક અબજ તકોનો રનવે છે.
આ મામલે એચએએલએ જણાવ્યું કે આ અત્યાધુનિક વિમાન વર્તમાન સમયના યુદ્ધના માહોલ માટે ખૂબ જ ઉપયોગી અને ઈલેક્ટ્રોનિક તથા ઈન્ફ્રારેડ ઈન્વેસ્ટિગેશન વાયર કન્ટ્રોલ સિસ્ટમથી લેસ છે.
આ એર શૉમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે કંપનીના ૧૫ હેલિકોપ્ટરોના માધ્યમથી આત્મનિર્ભર વિન્યાસનું પ્રદર્શન કરાશે. તેમાં અત્યાધુનિક હળવા હેલિકોપ્ટર પ્રચંડ, હળવા લડાકૂ હેલિકોપ્ટર અને હળવા ઉપયોગી હેલિકોપ્ટર સામેલ થશે.
આ એર શૉની 14મીઆવૃત્તિમાં ભાગ લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ બેંગ્લુરુ આવ્યા છે.
બેંગ્લુરુ સ્થિત અમેરિકી દૂતાવાસના ઈન્ચાર્જ અધિકારી એલિઝાબેથ જોન્સે કહ્યું કે આ મુખ્ય એર શૉના ઈતિહાસમાં તેમના દેશનું પ્રતિનિધિમંડળ અત્યાર સુધીનું સૌથી મોટું હશે.(photo Source AP)