Weather Update: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા રાજ્યની સ્થિતિ
Weather Update: ચોમાસાની વિદાય બાદ દિલ્હી NCRનું તાપમાન સતત વધી રહ્યું છે. ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ઓક્ટોબરે દિલ્હીનું હવામાન સાફ થઈ જશે. તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ પશ્ચિમ ચોમાસાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનના બાકીના ભાગોને વિદાય આપી દીધી છે. ટૂંક સમયમાં પશ્ચિમ યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના બાકીના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ યુપીમાં હવામાન શુષ્ક રહેશે. તો બીજી તરફ, ગોરખપુર, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા વગેરે સહિત રાજ્યના ઉત્તર-પૂર્વીય ભાગોમાં ઝરમર વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર મધુબની, અરરિયા, સુપૌલ, મધેપુરા, સહરસા, કટિહાર, કૈમુર, રોહતાસ અને બક્સરમાં વરસાદની સંભાવના છે. વરસાદ અને વાવાઝોડાને લઈને ઝારખંડમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અહીં 4 અને 5 ઓક્ટોબરે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 અને 5 ઓક્ટોબરે ઉત્તર પૂર્વ વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
તો બીજી તરફ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 6 થી 8 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હાલમાં ઉત્તર બંગાળની ખાડીમાં અને તેની આસપાસ લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. જેના કારણે અહીં વરસાદ પડી રહ્યો છે.