માતાની નિવૃત્તિના છેલ્લા દિવસને પુત્રએ આ રીતે બનાવ્યો યાદગાર, આખું ગામ જોતું રહી ગયું
રાજસ્થાનના અજમેરમાં શનિવારે એક શાળાના શિક્ષકને નિવૃત્તિ પર આવી ભેટ મળી, જેની ચર્ચા માત્ર શાળામાં જ નહીં પરંતુ આસપાસના ઘણા ગામોમાં પણ થઈ રહી છે. આ સ્કૂલ ટીચરનું નામ સુશીલા ચૌહાણ છે. 33 વર્ષ શિક્ષક તરીકે નોકરી કર્યા પછી સુશીલાએ પિસાંગનની કેસરપુરા હાઇસ્કૂલમાંથી નિવૃત્તિ લીધી. (તસવીર સૌજન્યઃ ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતાની નિવૃત્તિને યાદગાર બનાવવા તેમના પુત્ર યોગેશ ચૌહાણે તેમને હેલિકોપ્ટર પ્રવાસની ભેટ આપી હતી. યોગેશ વ્યવસાયે એન્જિનિયર છે અને હાલ અમેરિકામાં નોકરી કરે છે. (તસવીર સૌજન્યઃ ANI)
શિક્ષિકા સુશીલા ચૌહાણને શાળાએથી હેલિકોપ્ટર દ્વારા વિદાય આપવાના પ્રસંગે ઉજવણીનો માહોલ હતો અને તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે પણ સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. (તસવીર સૌજન્યઃ ANI)
આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં સુશીલાએ કહ્યું, મારો પુત્ર અમેરિકામાં નોકરી કરે છે. મારા પુત્રને પણ એક પુત્રી અને એક પુત્ર છે. મારો પુત્ર ઈચ્છતો હતો કે તે મને કેસરપુરાથી હેલિકોપ્ટર દ્વારા અજમેર લઈ જાય. તેણે કહ્યું કે મારી પાસે એવા શબ્દો નથી કે હું કંઈ કહી શકું. આજે હું ખૂબ ખુશ છું કે મારા દીકરાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. મારી ઈચ્છા મારી પૌત્રીને લાવવાની હતી પણ મારા પુત્રએ કહ્યું માતા, તમારે હેલિકોપ્ટરથી આવવું પડશે. (તસવીર સૌજન્યઃ ANI)