Aadhaar Card Rules: હવે તમારા આધાર કાર્ડથી આ બે કામ નહી થઇ શકે, જાણો તમારા કામના સમાચાર
Aadhaar Card Rules: ભારતમાં આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમે આ બે મહત્વપૂર્ણ હેતુઓ માટે આધાર કાર્ડની આ બાબતનો ઉપયોગ કરી શકશો નહીં. ભારતીય લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. આ દસ્તાવેજોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ આધાર કાર્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે થાય છે. આધાર કાર્ડ વગર તમે આ કામ કરી શકતા નથી.
ભારતમાં વર્ષ 2010માં પ્રથમ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ભારતમાં લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે.
ભારતમાં આધાર કાર્ડને લઈને ઘણા નિયમો બદલાયા છે. હાલમાં જ આધાર કાર્ડને લઈને નવો નિયમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
અગાઉ આધાર કાર્ડ ન હોવા પર આધાર કાર્ડ એનરોલમેન્ટ આઇડીનો ઉપયોગ કરી શકાતો હતો. એનરોલમેન્ટ આઇડી આધાર કાર્ડ બનાવવાના એપ્લિકેશન બાદ જાહેર કરવામાં આવે છે. પરંતુ હવે તેનો ઉપયોગ કેટલાક હેતુઓ માટે કરી શકાતો નથી.
હવે ભારતમાં પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને પાન કાર્ડ બનાવી શકતા નથી
આ સાથે ITR ભરવા માટે અગાઉ આધાર કાર્ડ એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાતો હતો. પરંતુ હવે ITR ભરવા માટે એનરોલમેન્ટ ID નો ઉપયોગ કરી શકાશે નહી.