Mumbai Rains: મુંબઈ-પુણેમાં વરસાદથી હાહાકાર! IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી
હવામાન વિભાગની ચેતવણી બાદ BMCએ પણ વાલીઓને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. ગુરુવારે સવારે 4 થી 1 વાગ્યાની વચ્ચે મુંબઈના ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 157 મીમી વરસાદ અંધેરીના માલપા ડોંગરી વિસ્તારમાં નોંધાયો હતો, ત્યારબાદ પવઈના પાસપોલીમાં 155 મીમી અને દિંડોશીમાં 154 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા છે.
ભારે વરસાદને કારણે પુણેના ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે (25 જુલાઈ 2024), લગભગ 70 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વરસાદમાં પુણેની ઘણી રહેણાંક કોલોનીઓ ડૂબી ગઈ છે.
પુણેમાં ભારે વરસાદથી લોકોને બચાવવા માટે સેનાને રસ્તા પર આવવું પડ્યું હતું. પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જરૂર પડશે તો સેના લોકોને એરલિફ્ટ પણ કરશે.
આ ઉપરાંત એનડીઆરએફ, ફાયર વિભાગ અને શહેરની અલગ અલગ ટીમોને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
IMD એ મુંબઈ અને તેની આસપાસના થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. આ એલર્ટ શુક્રવારે (26 જુલાઈ 2024) સવારે 8:30 વાગ્યા સુધી જારી કરવામાં આવ્યું છે.
IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં રત્નાગીરી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સિંધુદુર્ગ જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પુણેમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત પણ થયા છે.