Delhi Air Pollution: દિલ્હીની હવા બની ઝેરીલી, જુઓ તસવીરો
થોડા સમય પહેલા થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે પોલીશને કારણે ભારતમાં રહેતા લોકોની સરેરાશ ઉંમર 5 વર્ષ ઘટી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવા તમામ જોખમોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 2 ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
આની ઉજવણી કરવાનો હેતુ પ્રદૂષણથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે ચર્ચા કરવાનો અને લોકોને જાગૃત કરવાનો છે .
રાજધાની દિલ્હીમાં આજના પ્રદૂષણ વિશે વાત કરીએ તો, આજનું એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર 358 છે, જે ખૂબ જ નબળી શ્રેણી માનવામાં આવે છે.
સીપીસીબીની સમીર એપ અનુસાર, રાજધાનીમાં આનંદ વિહારનો એરક્વોલિટી ઈન્ડેક્સ 401, જહાંગીરપુરીનો 404 અને ITOનો 388 છે. જો આગલા દિવસની વાત કરીએ તો શુક્રવારે દિલ્હીમાં aqi સ્તર 352 હતું.
શિયાળાના આગમનની સાથે-સાથે ખરાબ હવાની ગુણવત્તા સાથે, દિલ્હી આજે ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
દિલ્હીની હવાની ગુણવત્તા આજે સવારે AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 332 સાથે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)