Assam Flood: આસામમાં પૂરથી પ્રભાવિત હજારો લોકોને બચાવવામાં આવી રહ્યા છે, જુઓ Pics
દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સિલચરના શહેરી અને ગ્રામીણ ભાગો સહિત કચર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરતી જોવા મળી હતી.
સત્તાવાર માહિતી અનુસાર, આસામના સિલચર શહેર અને કચર જિલ્લાના વિવિધ ભાગોમાંથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આસામના કચર જિલ્લામાં ભૂતકાળમાં અવિરત વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. જેમાં બે લોકો દટાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે કામરૂપ ગ્રામીણના પાલેપરા ગામમાં પૂરના કારણે 40 વર્ષીય કેન્સરનો દર્દી ત્રણ દિવસથી ફસાયેલો હતો. જેને ભારતીય સેનાએ બચાવીને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
જણાવી દઈએ કે, અવિરત વરસાદને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.