મોદી સરકાર તમને દર વર્ષે આપશે પુરેપુરા 60,000 રૂપિયા, દરમહિને ખાતામાં આવશે પૈસા, જાણો શું કરવુ પડશે તમારે ?
Atal Pension Yojana: કેન્દ્ર સરકાર (Central Government scheme) તરફથી કેટલીય ખાસ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે અમે તમને આવી જ એક ખાસ સ્કીમ વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં સરકાર તમને દરમહિને 5000 રૂપિયા આપે છે. આ તમારી વૃદ્ધાવસ્થાને સિક્યૉર કરશે. સરકાર કેટલીય સ્કીમો મારફતે તમને આર્થિક સહાયતા આપશે. જાણો આના વિશે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સરકારી સ્કીમનુ નામ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) છે. આમાં સરકાર તરફથી તમને દર મહિને ફિક્સ્ડ પેન્શન આપવામાં આવે છે. આમાં સરકાર નાગરિકોને 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીની રકમ દર મહિને આપે છે.
18 થી 40 વર્ષની ઉંમરના કોઇપણ ભારતીય નાગરિક ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રાના કામદાર શ્રમિક આ યોજનામા રોકાણ કરીને પેન્સનનો લાભ ઉઠાવી શકે છે. પેન્શન કોષ નિયામક તથા વિકાસ પ્રાધિકરણ તરફથી આ યોજનાનુ સંચાલન કરવામા આવે છે.
આ સ્કીમમાં નાગરિકોને દર મહિને પ્રીમિયમની રકમ આપવાની હોય છે. જો આવેદકની ઉંમર 18 વર્ષ છે તો દર મહિને 210 રૂપિયાનુ પ્રીમિયમ આપવુ પડશે. આ ઉપરાંત દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે 18 વર્ષની ઉંમરમાં માત્ર 42 રૂપિયા આપવા પડશે.
જો કોઇ કારણથી નાગરિકનુ મૃત્યુ 60 વર્ષની ઉંમરથી પહેલા થઇ જાય છે, તો આ અટલ પેન્શન યોજનાના પૈસા નાગરિકના નામાંકિત નાગરિકને આપવામાં આવશે.
અટલ પેન્શન યોજનામાં પોતાનુ એકાઉન્ટ ખોલાવવા માટે, તમારે જે બેન્કમાં તમારુ સેવિંગ એકાઉન્ટ છે, ત્યાં જઇને APY રજિસ્ટ્રેશન ફોર્મ ભરવુ પડશે. આની સાથે જ આધાર અને મોબાઇલ નંબર પણ આપવો પડશે. આ પછી તે જ બેન્કમાં તમારુ ઇન્સ્ટૉલમેન્ટ દર મહિને ઓટોમેટિક કપાઇ જશે.
આમાં તમે મન્થલી, ત્રિમાસિક અને છમાસિક રોકાણ કરી શકો છો. તમારે 42 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવુ પડશે. ત્યારબાદ 42 વર્ષમાં તમારુ કુલ રોકાણ 1.04 લાખ રૂપિયા હશે અને 60 વર્ષ બાદ તમને મન્થલી 5000 રૂપિયા પેન્શન મળશે.
આ સ્કીમમાં એક સભ્યના નામે માત્ર એક જ ખાતુ ઓપન થશે. ઇન્કમ ટેક્સના સેક્શન 80CCD અંતર્ગત આમાં ટેક્સ છૂટનો ફાયદો મળે છે. શરૂના 5 વર્ષ સરકાર તરફથી પણ યોગદાન રકમ આપવામાં આવશે.