Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Asad Ahmed Encounter Photo: અસદ અહમદના એન્કાઉન્ટરની પ્રથમ તસવીર આવી સામે, જુઓ અહીં
ઉત્તર પ્રદેશ એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને તેના એક સાથી ગુલામને ઠાર કર્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું કે પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અસદ અને ગુલામ, જેઓ પ્રત્યેક પાંચ લાખ રૂપિયાનું ઈનામ છે, એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
પ્રશાંત કુમારે જણાવ્યું કે UP STF ટીમમાં નાયબ પોલીસ અધિક્ષક નવેન્દ્ર અને વિમલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા છે.
2005માં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય સાક્ષી રહેલા ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની આ વર્ષે 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઉમેશ પાલના પત્ની જયા પાલને નોંધાવેલી ફરિયાદના આધારે 25 ફેબ્રુઆરીના રોજ અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અસદ સહિત બે પુત્રો, શૂટર્સ ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય 9 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.