અઢી ફૂટના અજીમ મંસૂરને મળી ગઇ દુલ્હન, સગાઇ થઇ ગઇ પાકી, જાણો શું કરે છે યુવતી, જુઓ બંનેની તસવીરો
ઉત્તરપ્રદેશના જનપદ શામલીના કૈરાનાના રહેનાર અઢી ફૂટના અજીમ મંસરીને દુલ્હન મળી ગઇ છે. અજીમના પરિવારમાં હાલ જશ્મનો માહોલ છે. તેમના જેવી કદ-કાઠીની હાપુડની યુવતી સાથે તેમના લગ્ન નક્કી થયા છે. 2022માં બંનેના લગ્ન થશે. લગ્ન બાદ સૌથી પહેલા અજીમ હજ પર જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજીમે કહ્યું કે, ‘અલ્લાહની કૃપાથી લગ્ન થઇ રહ્યાં છે. હું લગ્નમાં અખિલેશના પરિવારને આમંત્રણ આપીશ’ અજીમની ઉંચાઇ 2થી 3 ફૂટની હોવાથી તેમના લગ્ન ન હતા થઇ શકતા. તેમણે તેમના લગ્ન કરાવવા માટે અપીલ કરી હતી. અજીમની ઉંમર 26 વર્ષની છે.
આ પહેલા અજીમ યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળીને લગ્ન માટેની અપીલ કરી ચૂક્યાં છે. તેમણે લગ્ન માટે મદદ માંગી હતી, તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમના આ અનોખા પ્રયાસના કારણે તે રાતોરાત સેલિબ્રિટી બની ગયા છે. વીડિયો વાયરલ થાય બાદ તેમને દિલ્લી, હરિયાણાથી લગ્નના પ્રસ્તાવ આવવાના શરૂ થઇ ગયા હતા.
હાપુડની 27 વર્ષની યુવતી સાથે તેમને લગ્ન નક્કી થયા છે. અજીમની દુલ્હન હાલ ફર્સ્ટ ઇયર બીકોમ કરી રહ્યી છે.અજીમ ખૂબ જ ધાર્મિક છે. તે પાંચ ટાઇમ નમાઝ પઢે છે. તેમની હરસત પૂર્ણ થતાં તે ખૂબ જ ખુશ છે