લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા કરી, જાણો કોણ છે ભારતના ટોપ 5 ગેંગસ્ટર્સ?
સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈનો પહેલેથી જ 36નો આંકડો ચાલી રહ્યો છે. આ જ વર્ષે લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ મુંબઈમાં સલમાન ખાનના ઘરની રેકી કરીને ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ તેમના પિતા સલીમ ખાનને ધમકી ભર્યો પત્ર પણ આપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ છે. ભારતમાં હાલમાં તે જ નહીં પરંતુ અન્ય ગેંગસ્ટર્સ પણ સક્રિય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ભારતના પાંચ ટોપ ગેંગસ્ટર વિશે જેમને NIA, CBI અને અન્ય એજન્સીઓએ મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
લોરેન્સ બિશ્નોઈ હાલમાં ભારતનો ટોપ ગેંગસ્ટર છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી અપરાધ જગતમાં પોતાની પકડ મજબૂત કરતો જઈ રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેસીને પોતાના ગુનાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ લોકો પાસેથી ખંડણી વસૂલે છે. અને જે નથી આપતો તેની હત્યા કરાવી દે છે.
યાદીમાં બીજા નંબર પર છે લોરેન્સ બિશ્નોઈનો નજીકનો મિત્ર ગોલ્ડી બરાર. સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારનું નામ ક્યારે સુર્ખિઓમાં આવ્યું જ્યારે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ટોપ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. તેનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાર હતો. જે હાલમાં કેનેડામાં છુપાયેલો છે. ઈન્ટરપોલે પણ ગોલ્ડી બરાર માટે રેડ કોર્નર નોટિસ જારી કરી છે.
આ યાદીમાં ત્રીજા ખતરનાક ટોપ ગેંગસ્ટરની વાત કરવામાં આવે તો તે છે અર્શ ડલ્લા. જેના નામ પર 5 લાખનું ઈનામ છે. અર્શ ડલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ એટલે કે KTFનો સ્થાપક સભ્ય છે. તે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ ગુર્જર સાથે જોડાયેલો હતો. અર્શ ડલ્લાના ગેંગમાં 700થી પણ વધુ શૂટર્સ મોજૂદ છે. અર્શ ડલ્લા હાલમાં કેનેડામાં છે.
લોરેન્સ બિશ્નોઈ ગ્રુપનો જે સૌથી મોટો દુશ્મન છે તે છે બંબીહા ગ્રુપ. જેની શરૂઆત દવિન્દર બંબીહાએ કરી હતી. પોલીસે બંબીહાનું એન્કાઉન્ટર કરી દીધું હતું. ત્યારબાદ બંબીહા ગ્રુપની કમાન લક્કી પટિયાલ સંભાળી રહ્યો છે. તે હાલમાં આર્મેનિયામાં મોજૂદ છે. તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ છે.
જે રીતે આજે દુનિયા લોરેન્સ બિશ્નોઈનું નામ જાણે છે. એ રીતે દિલ્હીમાં એક સમયે નીરજ બવાનાનું નામ હતું. નીરજ બવાના દિલ્હીના જ બવાના ગામથી આવે છે. તેનું અસલી નામ નીરજ સહરાવત છે. હાલમાં નીરજ બવાના તિહાર જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાના ક્રાઈમ નેટવર્કને સંભાળે છે. નીરજ બવાના ગેંગ દિલ્હીનું સૌથી મોટું ગેંગ માનવામાં આવે છે.