તુલસી શરીરમાં સંક્રમણને ખતમ કરવા માટે કારગર, ઇમ્યુનિટી બૂસ્ટર છે તેના પાન,માંજર, આ રીતે કરો સેવન
તુલસીના પાન અને તેના માંજર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તુલસીના માંજરના સેવનથી વજન ઘટે છે તેમજ પેટ સંબંધિત સમસ્યા માટે પર કારગર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુલસી ઓષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં સંક્રમણ ખતમ કરવાના ગુણ છે. તુલસીના પાનનું સેવન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કફજન્ય રોગોથી શરીરનું રક્ષણ કરે છે.
તુલસીના માંજરમાં પ્રોટીન, ફાઇબર, લોહની માત્રા વધુ હોય છે. તુલસીના માંજર વજન ઘટાડવામાં અને ઉધરસમાં કારગર છે. ઠંડીની સિઝનમાં તેનો પ્રયોગ કારગર છે.
તુલસીનાં માંજરમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઇબર ભરપૂર હોય છે. તેથી તેના સેવનથી
તુલસીમાં ફ્લોવોનોઇડસ અને ફેનોલિક હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. શરદી કે અન્ય કફજન્ય રોગોમાં તુલસીનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તુલસીના માંજરને ચા કે કોફીમાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે
કબજિયાત, અપચો. એસિડીટિ, ગેસની સમસ્યામાં પણ તુલસીના માંજરનું સેવન કારગર છે. તુલસીમાં ઇમ્ફ્લામેન્ટ્રી ગુણો હોય છે. જે શરીરનો સોજોને ઓછો કરે છે. લૂઝ મોશનમાં પણ તુલસીના બીજ ફાયદાકારક છે.