Anant-Radhika PHOTO: પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારએ કરી અન્નસેવા,અનંત-રાધિકા અને મુકેશ અંબાણી પિરસ્યું ભોજન
Anant-Radhika PHOTO: પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.
આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.
અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, ‘માનવ સેવા એ જ માધવ સેવા’ – ‘માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે’ને ચરિતાર્થ કરી હતી.
આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ને પૂર્વે પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
અનંત અંબાણી અને તેમની ભાવી પત્ની રાધિકા મર્ચન્ટે જાતે લોકોને ભોજન પીરસ્યું હતું.