ગરમીની સિઝનમાં ખૂબ ખાઓ જાંબુ, ઓષધીય ગુણોથી છે ભરપૂર, જાણો શું થાય છે ફાયદો
જાંબુ ખાવાથી અને જાંબુના પાન અને તેની છાલને ત્વચા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે. જાંબુની છાલ લોહીને સાફ કરે છે. સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. જાંબુનો રસ ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ નથી થતાં જાંબુનો રસ આંખોની રોશનીને પણ વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાંતની પીડામાં આરામ આપે છે. જાંબુના પાનની રાખ બનાવીને તેને દાંત અને પેઢાંમાં ખસવાથી તે મજબૂત બને છે. જાંબુના રસથી કોગળા કરવાતી પાયરિયાની સમસ્યા પણ ઠીક થઇ જાય છે.
કમળામાં પણ જાંબુ ઓષધનું કામ કરે છે. કમળામાં જાંબુનો 10થી15 મિલી રસમાં 2 ચમચી મધ નાખીને પીવાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે.
જાંબુ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. શુગરના દર્દીઓને જાંબુ લેવાથી ફાયદો થાય છે. કિડનીમાં સ્ટોન હોય તો પણ જાંબુ ઔષધનું કામ કરે છે. જાંબુના રસથી નાની સાઇઝની પથરી ગળી જાય છે પથરી માટે 10 મિલિગ્રામ જાંબુના રસમાં 250 ગ્રામ સિંધા નમક મિક્સ કરીને દિવસમાં 2થી3 વાર રોજ પીવાથી પથરી ટૂટીને પેશાબ દ્રારા નીકળી જાય છે.