Andaman Tour: IRCTC અંડમાન માટે લાવ્યુ છે સ્પેશ્યલ ટૂર પેકેજ, 6 દિવસના ટૂર માટે ખર્ચવા પડશે માત્ર આટલા રૂપિયા.....
IRCTC Andaman Tour: ઇન્ડિયન રેલવે સમયાંતરે ટૂર પેકેજ લઇને આવે છે, હવે ફરી એકવાર IRCTC આંદામાન ટૂરનુ મેગા પેકેજ લઇને આવ્યુ છે. આંદામાન ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. IRCTC તમારા માટે ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ સ્પેશિયલ ટૂર પેકેજ 6 દિવસનું છે, અને ખર્ચ પણ ઓછો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTC આંદામાન ટૂર પેકેજ: જો તમે વર્ષ 2024 માં આંદામાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે એક સુવર્ણ તક છે. IRCTC એક ખાસ પેકેજ લઈને આવ્યું છે જેનું નામ આંદામાન બારાતન આઈલેન્ડ સાથે છે.
આ પેકેજમાં તમને પૉર્ટ બ્લેર, હેવલૉક અને નીલ આઈલેન્ડની મુલાકાત લેવાની તક મળી રહી છે. તમે 21મી જાન્યુઆરી અને 11મી ફેબ્રુઆરીએ આ પેકેજનો આનંદ માણી શકો છો.
આ સંપૂર્ણ પેકેજ 6 દિવસ અને 5 રાત માટે છે. આમાં તમને નાસ્તો અને લંચની સુવિધા મળી રહી છે. આ એક ફ્લાઇટ પેકેજ છે જેમાં તમને કોલકાતાથી પોર્ટ બ્લેયરની ફ્લાઈટ ટિકિટ મળશે.
આ પેકેજમાં તમને દરેક જગ્યાએ સ્ટોપ કરવા માટે સ્પેશિયલ ટૂરિસ્ટ બસની સુવિધા પણ મળી રહી છે. તમને પોર્ટ બ્લેર ખાતે લક્ઝરી ક્રુઝમાં રહેવાની સુવિધા પણ મળશે.
તમને પેકેજ મુજબ સિંગલ, ડબલ અને ત્રિપલ ઓક્યૂપન્સીની સુવિધા મળી રહી છે. તમારે સિંગલ ઓક્યૂપન્સી માટે 54,700 રૂપિયા ડબલ ઓક્યૂપન્સી માટે 44,800 રૂપિયા અને એક રૂમમાં ત્રણ લોકો સાથે રહેવા માટે 43,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
તમને પૉર્ટ બ્લેરમાં હૉટેલ કિંગ્સ, હેવલૉક આઇલેન્ડમાં હૉટેલ સેન્સ અને નીલ આઇલેન્ડમાં ટીએસજી ઓરામાં રહેવાની સુવિધા મળી રહી છે. આ સાથે તમામ મુસાફરોને ટ્રાવેલ ઈન્સ્યૉરન્સનો લાભ પણ મળી રહ્યો છે.